English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat

હોમ | અમારા વિષે | પ્રસ્તાવના

પ્રસ્તાવના

ગુજરાત ભારતના પશ્ચિમ કાંઠે આવેલું છે. તે ભારતનું એક સૌથી વધારે સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજય છે. બોમ્બે રાજયનું વિભાજન થતાં, ૧૯૬૦ માં અસ્તિત્વમાં આવ્યું. તે ૧,૬૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પ્રસરેલું છે. તેની વસ્તી ૪૮૦ લાખ છે.
તેના વિકાસનાં વિશિષ્ટ પાસાં નીચે મુજબ છે.:
મોટા પાયે ઔદ્યોગિક મૂડીરોકાણ
ઉદ્યોગ સાહસિકતાની નીતિ
સુવિકસિત આધારમાળખું
કાયદા અને વ્યવસ્થાની સારી સ્થિતિ
રાજકીય સ્થિરતા
બિન-નિવાસી ગુજરાતીઓની મોટી વસ્તી ખાસ કરીને અમેરિકા અને યુ.કે.માં

જ્ઞાન આધારિત આર્થિક વૃદ્ધિના ઉદ્દભવતા પર્યાવરણમાં વૈજ્ઞાનિક માનસ ઊભું કરવા વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની બાબતને અગ્રતા અપાઈ છે. આ અગ્રતા માટે ગુજરાત સાયન્સ સીટી ગુજરાત સરકારનું સાહસિક કદમ છે. ગુજરાત સરકારે ગુજરાત સાયન્સ સીટી સ્થાપવા માટે ગુજરાત સાયન્સ સીટી પરિષદ નામની નોંધાયેલી મંડળી સ્થાપી છે. સરકારે આ માટે ૧૦૭ હેકટર જમીનનો કબજો મેળવ્યો છે. વળી સાયન્સ સીટીના ભાવિ વિસ્તરણ અને તેને લગતી પરિયોજનાઓ માટે વધારે ૩૦૦ હેકટર જમીનનું સંપાદન હાથ ધર્યુ છે.