અવતાર આઇમેકસ થ્રીડી અનુભવ કરાવતી, દુનિયા ભરમાં નાટકિય પ્રદર્શન કરાવતી પ્રથમ ફિલ્મ છે. કાચ જેવી ચોખ્ખી ચિત્ર કલ્પનાઓ અને ભવ્ય આઇમેકસ ડીજીટલ સાઉન્ડ સાથે અદ્દભુત અનુભવ કરાવતી ફિલ્મ છે.
અવતારનું નિર્માણ, જેમ્સ કૈમરૂન, ૧૫ વર્ષ પહેલાની ઓસ્કાર વિજેતા ફિલ્મ ટાઇટેનીક’ ના દિગ્દર્શક દ્વારા થયેલ છે. અવતારના નિર્માણ માટે ચાર વર્ષથી પણ વધારે સમય થયેલ છે. અવતાર એક વિશેષ પ્રભાવશાળી એકશન ફિલ્મ છે. અવતાર ઉચ્ચ ટેકનીક અને નવી પેઢીના ચાર દિગ્દર્શકે સાથે મળીને નિર્માણ કરેલ છે. લેખન અને દિગ્દર્શક જેમ્સ કૈમરૂન દ્વારા અને નિર્માણ જોન લેન્ડયુ તથા જેમ્સ કૈમરૂને કરેલ છે.
અવતાર ફિલ્મ એક કલ્પના છે. જે આપણને કલ્પનાશક્તિની અદ્દભુત દુનિયામાં લઇ જાય છે. જ્યાં એક સાહસિક નાયક ઐતિહાસિક સાહસકાર્યની સફર પર જાય છે. અવતાર નવા પ્રકારના સિનેમાનો અનુભવ અપાવે છે. આ ફિલ્મમાં પાત્રોની લાગણીઓ તથા વાર્તાના પ્રભાવમાં ખોવાઇ જવાય તેવી ક્રાંતિકારક ટેકનોલોજીનું નિર્માણ કરેલ છે.
|
 |