ગુજરાત સાયન્સ સિટીમાં સોસ હોલ અને સાયન્સ હોલ છે. ને હાઈટેક પ્રદર્શન તરીકે તૈયાર કરવામાં આવેલો છે. તેમાં અધતન ટેકનિક છે. તેનો વિસ્તાર ૨૦,૦૦૦ ચો. ફુટ છે.
મુલાકાતીઓ માર્ગો પર ફરશે અને અંતરીક્ષ અને સંચાર શોધ તપાસથી ખુલેલા નવા માર્ગોના કાર્ય મોડેલ જોશે. જુદા જુદા પ્રકારના સંચાર સિગ્નલ કેવી રીતે બહાર આવે છે. તેનું કેવી રીતે રૂપાંતર થાય છે, તેના સિગ્નલ કેવી રીતે અપાય છે.કેવી રીતે રદ કરાય છે તેની તે તપાસ કરી શકે. જેથી તેને અમુક અંતરે મોકલી શકાય અથવા સંગ્રહી શકાય. આ ઉપરાંત પ્રાચીન કાળમાં એકબીજાથી કઇ રીતે વ્યવહાર કરતા હતા તેની પેવેલિયન મુલાકાતીઓને આપશે અને તેની આધુનિક સંદેશા વ્યવહારના માધ્યમ સાથે સરખામણી કરશે.