એક મોટા કદના એલઈડી પ્રદર્શન પડદો બહારના પ્રદર્શન તરીકે મુલાકાતીઓ માટે ગુજરાત સાયન્સ સિટીમાં મૂકયો છે. એલઈડી પડદાનું પરિમાણ ૨૦ ૧૨ છે. તેમાં પાત્ર ભજવવા અથવા વાર્તાની લીટીઓ લખવા માટે ૧,૮૪,૩૨૦ નાજુક એલઈડીનો ઉપયોગ થયો છે. આ પડદો અંગ્રેજીમાં ૨૪ લીટીમાં ૫૩ અક્ષરો દર્શાવી શકે છે.
તમારી પાસે હથવગો બુહદશઁકાચ હોય, તો તેને મેગેઝિન અથવા પુસ્તકના ફોટા પર પકડી રાખો તમને હજારો રંગીન ટપકાં જોવા મળશે. તે ફોટાનો પડદો બને છે. નજીકની અંતર થી જોતાં આ ટપકાં બરાબર જોઈ શકાય છે પરંતુ જોવાના રાબેતા મુજબના અંતરથી તે ટપકાં દેખાતાં નથી, પરંતુ બનાવેલું દશ્ય દેખાય છે. આ મોટા અક્ષરોમાં એલઈડી ટપકાંની વિભાવના આપે છે.
લાઈટ ઇમિટિંગ ડાયોટ (એલઈડી) અર્ધ-વાહક સાધન છે. વીજળીક રીતે આગળની દિશામાં વળે ત્યારે અસંબધ્ધ એકરંગી પ્રકાશ બહાર કાઠે છે. આ અસર ઈલેકટ્રોલુમિનસીક સ્વરૂપમાં છે. રંગનો આધાર ઉપયોગમાં લિધેલ અર્ધ-વાહક સામગ્રી પર છે. તે લગભગ અલ્ટ્રાવયોલેટ, દશ્ય અથવા ઇંફારેડ નજીક હોઈ શકે. અર્બાના-ચેમ્પેન ખાતેની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ નિક હોલોન્યાક જુનિયરે (૧૯૨૮) પ્રથમ પ્રત્યક્ષ સ્પેકટ્રમ એલઈડી ૧૯૬૨ માં વિકસાવી ત્યારથી આપ્રૌધોગિકી વિકસી.
એલઈડી નાના રંગીન લાઈટ બલ્બ છે. આધુનિક એલઈડી નાના, ખુબ પ્રકાશિત અને તે ઓછી શક્તિથી પ્રકાશ ઉત્પન્ન્ કરે છે. બીજી જગ્યાઓ જેવિકે ટ્રાફિક લાઈટ અને ઓટોમોબાઈલની બ્રેક લાઈટ માં પણ એલઈડી નો ઉપયોગ થાય છે .
રંગીન સીઆરટી ટેલિવિઝન સેટ પર, પડદા પર પ્રત્યેક પિકસેલ માટે લાલ, લીલા, અને ભુરાં ફોરસ્કર ટપકાનો ઉપયોગ કરીને બધાજ રંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જંબો ટી.વી.માં ફોસ્ફરને બદલે લાલ, લીલા અને ભૂરા એલઈડી. વાપરવામાં આવે છે. જમ્બો ટી.વી. પરનુ પિકસલ એ એવું નાનું મોડયુલ છે કે તેમાં ત્રણ કે ચાર જેટલાં ઓછાં એલઈડી (એક લાલ, એક લીલો અને એક ભુરા) હોઈ શકે સૌથી મોટા જંબો ટીવીમાં, દરેક પિકસલ મોડયુલમાં ડઝન હોઈ શકે, પિકસલ મોડયુલ કદમાં ૪ મિ. મીટરથી ૪ સેંટીમીટર (આશરે ૦.૨ થી ૧.૫૦ઈંચ) વચ્ચે હોઈ શકે.
વિશાળ એલઈડી પડદાપર, વીજળી નિયંત્રણ પધ્ધતિ સાથેસાથ ખાસ સોફટવેર ધરાવતી પેંટીનીયમ ૩ કોમ્પ્યુટર પધ્ધતિ મારફત કામગીરી કરવામાં આવી છે. સામાન્ય કામગીરી માટે ધણું આંતરિક વાયરિંગ કરવુ પડે છે.
કોમ્પ્યુટર પધ્ધતિ આવતાં ટી.વી. સિગ્નલને જુએ છે. અને કઇ એલઈડી ચાલુ રહેશે અને કેટલા પ્રકાશથી તે નક્કી કરે છે. કોમ્પ્યુટર તીવ્રતા અને રંગીન સિગ્નલ જોઈને તેમને પ્રત્યેક પિકસલ મોડયુલે ત્રણ જુદાં જુદાં એલઈડી રંગ માટેની માહિતીમાં રૂપાંતર કરે છે.
પાવર સિસ્ટમ તમામ એલઈડી મોડયુલને વીજળી પુરી પાડે છે. અને વીજળીનું નિયમન કરે છે, જેથી દરેક એલ.ઈ.ડી. પાસે સાચી તેજસ્વિતા હોય. તે તમામ એલઈડી ચાલુ કરવાથી ધણી વીજળી વપરાય છે.૨૦-૧૨ પ્રકારનો એલઈડી પડદામાં પિકસલ દીઠ ૧.૨૦વોટ સુધી વીજળી વપરાશ અથવા સપૂર્ણ પ્રદર્શન માટે આશરે ૩,૦૦,૦૦૦ વોટ વપરાય પ્રત્યેક એલઈડી મોડયુલમાં અનેક વાયર હોય છે.
મોડેલ T 19.05K ૧૯૨-૩૨૦ ઓડી એલઈડી પ્રૌધોગિકીની છેલ્લી નવીનતા છે. તેને વાસ્તવિક પિકસલ અથવી વી-ટેક પ્રૌધોગિકી તરીકે ઓળખાય છે. વર્ચ્યુઅલ પિકસલ મલ્ટીપ્લેકસ પિકસલ છે. તે પિકસલ શેરીગ ટેકનિકનો ઉપયોગ કરીને વધારે સજ્જડ પડદાની છુટ આપ છે.
પરંપરાગત એલઈડી પડદાઓમાં મોટી સખ્યામાં એલઈડી નિષ્ક્રિય રહે છે. તે જોવાતા દશ્યમાં અમુક રંગ આવે તેની રાહ જુએ છે. વી-ટેક પ્રૌધોગિકીનો ઉપયોગ કરીને, પ્રત્યેક એલઈડી સંપૂર્ણ પિકસલ ઉભું કરવા તેને જોઈતો રંગ બાજુમાંથી લે છે, રીજોલ્યુશન વધારે છે અને ચિત્રની ગુણવતા વધારે છે.