English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat

હોમ | અત્યારનું આકર્ષણ | ઉર્જા પાર્ક

ઉર્જા પાર્ક

રાજ્ય કક્ષાનો ઉર્જા શિક્ષણ પાર્ક (SEEP) ૯૦૦૦ ચોરસ મીટરના ષટ્કોણ ગ્રિડ પધ્ધતિથી ગુજરાત સાયન્સ સિટીમાં આવેલો છે. ગુજરાત સાયન્સ સિટીને બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત મંત્રાલયમાંથી નાણાંકીય સહાય મળી છે. તેનું કામ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) ના સહકારથી કરવામાં આવ્યું છે.

ઊર્જા પાર્કની વસ્તુઓનું પ્રાચીન ભારતીય તત્વજ્ઞાન જણાવ્યા મુજબ નીચે પંચમહાભૂત તત્વો પ્રમાણે વર્ગીકરણ કરાયું છે. (૧) તેજ (સૌર ઊર્જા), (૨) મારૂત (પવન ઉર્જા), (૩) એપ (જળ ઊર્જા), (૪) ક્ષિત (પથ્વી ઊર્જા) અને (૫) વ્યોમ (આકાશ ઊર્જા - અંતરીક્ષની શોધ)


પવન ઊર્જા

સૂર્ય સાથે પવને પણ માણસને તેની તાકાત બતાવી સૌર ઊર્જાનો ઉપયોગ કરતા, પ્રારંભમાં, તેનો મુખ્યત્વે બે રીતે ઉપયોગ થતો જમીન પર પવનચક્કી ચલાવવા અને દરિયામાં તરતાં વાહનો ચલાવવા. પવનચક્કીનો પ્રથમ ઉપયોગ અનાજ દળવાની ઘંટી અને સિંચાઈ માટે પંપ ચલાવવા થયો. હવે વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં પ્રગતિ થતાં. આપણી પાસે વીજળી ઉત્પન્ન કરતી પવનચક્કીઓ છે. હવે આ ઉર્જાનાં ધણાં કામ માટે ઉપયોગ થાય છે.


પવનચક્કી પંપ

આમાં પવનચક્કીની ફરતી બ્લેડ, સળિયાને ઉભી ગતિ આપે છે. આ સળિયો હેન્ડપંપા સળિયા જેમ કામ કરે છે. અને તળાવ માંથી પાણી ઉંચે લઈ જાય છે. તેનો ઉપયોગ સિંચાઈ બીજા ઉપયોગ માટે પાણી ખેંચવામાં પણ કરી શકાય.

પવન ટર્બાઈન/જલચક્ર

અહીં પવનચક્કીની ફરતી બ્લેડ જનરેટરની ચક્કર ચક્કર ફરતી ગતિથી વીજળી ઉત્પન્ન છે. આ જનરેટરને બ્લેડ નજીક ચક્કીના મથાળે ફિટ કરવામાં આવે છે.જયાંથી વીજળી નિયંત્રણ ગૃહમાં પસાર થાય છે. આ મોડેલમાં પવનચક્કીથી વીજળી ઉત્પન્ન થાય ત્યારે વીજળીના બલ્બની શ્રેણી ઝગમગે છે.

આવી પવનચક્કીની હારમાળા પવન ફાર્મ કહે છે. તે વિપુલ જથ્થામાં વીજળી ઉત્પન્ન કરે છે આ વીજળી લાંબા અંતરે લઈ જઈ શકાય છે

તેલ અને ગેસ માટે શારકામ

આ જમીન પરનું અને કુવામાંનું તેલના શાર કામ માટે વપરાતી રિંગનું વિશિષ્ટ માળખું છે. કુવાનું શારકામ કર્યા પછી ત્યાં તેલ કે ગેસ અથવા બન્ન છે. અથવા કંઈ નથી તેની ખબર પડે છે. તમામ વૈજ્ઞાનિક પ્રગતિ છતાં કુવામાંથી તેલ અને ગેસ મેળવવાનું હંમેંશા ચોક્કસ હોતું નથી.

તેલના કુવામાં શારકામની ધણી લોકપ્રિય પધ્ધતિને રોટર શારકામ પધ્ધતિ કહેવામાં આવે છે.

આ પધ્ધતિમાં કાણાનું શારકામ ઝડપી કરવામાં આવે છે. કેમકે ઝડપથી વધારે ઉંડાઈએ પહોંચવાનું હોય છે.


હાઉસ ઓફ પોલીમર(પોલીમર હાઉઅસ.)

આપણે પેટ્રોલ-ડીઝલ અથવા કેરોસીન તરીકે વાપરીએ છીએ જ્યારે ક્રુડ ઓઈલ અથવા કાચું સોનું બળતણ નથી ક્રુડ ઓઈલ લીલું, કાળું ધટ્ટ પ્રવાહી છે.

તેને રીફાઈનરીમાં શુધ્ધ્ કરવામાં આવે છે. તેમાંથી આપણને બળતણ ઉપરાંત બીજી ઉપજ/પેદાશ પ્રોડકટ મળે છે.ખનિજ-તેલ પણ પાંચ લાખ સેન્દ્રિય રસાયણ માટે કાચો માલ છે. તે પેટ્રો-કેમિકલ તરીકે ઓળખાય છે. આ પોલીમર હાઉસમાં દરેક વસ્તુ પેટ્રો-કેમિકલમાંથી બને છે.

આપણે ખનિજ-પેદાશ સિવાયની દુનિયા કલ્પી શકીએ નહિં.


ભુસ્તર થર્મલ ઊર્જા - ઊંડાઈએથી શકિત

ગરમ પાણીના ઝરા એ ભુસ્તર થર્મલ ઊર્જા નુઉત્તમ દ્દષ્ટાંત છે. આપણાંમાથી ધણાને આ ઊર્જાનો પ્રત્યક્ષ અનુભવ છે. તે પૃથ્વીની સપાટી નીચેથી મળે છે. પૃથ્વીનું કેન્દ્ર ૬૪૦૦ કિલોમીટર સુધિ છે. આ પ્રદેશ કેટલો ગરમ હશે? તેનો આપણે વધુમાં વધુ ૪૦૦૦ ડિગ્રી સે. નો અંદાજ માંડીએ. પૃથ્વીના પેટાળમાંથી સપાટી પર હમેશાં વરાળ ઊર્જા વહ્યા કરે છે. પૃથ્વીની સપાટી નીચેની વરાળ ઊર્જા દર વર્ષે ૪૪ મહાષઠા કિલોવોટ કલાક જેટલિ વીજળી પૂરી પાડે છે.

ગેસ થર્મલ સંસાધનોમાંથી વીજળી-શક્તિ ઉત્પન્ન કરવા માટે, ભૂગર્ભ વરાળ જળાશયો, અથવા ગરમ પાણીના કુવા માથી પસાર કરવામાં આવે છે. તે વરાળ ટર્બાઈનને ગોળ ગોળ ફેરવે છે. તેનાથી ભારતમાં વીજળી ઉત્પન્ન થાય છે. ભારતની ભૂસ્તર મોજણીએ ગરમ પાણીના ઝરાની ૩૫૦ થી વધારે જગ્યા મુકરર કરી છે.

તે ટોચની ભૂસ્તર થર્મલ ઊર્જાના વિસ્તારો તરીક તપાસી શકાય ઇઅન્ટરએક્ટીવ મોડેલ ભૂસ્તર થર્મલ ઊર્જાનો ઉપયોગ દર્શાવે છે.


ભરતી - ઓટ દ્વરા વિજળિનુ ઉત્પાદન

ભરતી અને ઓટથી વીજળી ઉત્પન્ન કરવા ટર્બાઈન ચલાવવામાં આવે છે. પરંતુ આ માટે ઉંચા મોજાં અને નીચા મોજાં વચ્ચે ઓછામાં ઓછા ૧૫ ફુટનો તફાવત હોવો જોઈએ ભરતીના ઉચાં મોજાે ટર્બાઈનનાં પૈડાં ફેરવે છે. અને ઓટનું ધટતું પાણી પણ ટર્બાઈનને ફેરવે છે. આ હેરફેર વીજળી ઉત્પન્ન કરે છે. દરિયમાં ૨૪ કલાકમાં ચાર ભરતી અને ઓટ થાય છે.

તેમ છતાં, આ પ્રમાણની ભરતી શ્રેણીની પૃથ્વી પર ફકત ૪૦ જગ્યા છે. આ મોડેલ વીજળી ઉત્પન્ન કરવા માટે ભરતી ઊર્જાનો ઉપયોગ દર્શાવે છે. ફ્રાન્સનું લા રેન્સ સ્ટેટસ દુનિયાનું એકમાત્ર ઔધોગિક કદનું ભરતી-ઓટનું વીજળી મથક છે. તે ૨૪૦ મે. વો. વીજળી ઉત્પન્ન કરે છે.


સમુદ્ર થર્મલ ઊર્જા કન્વર્ટર/પરિઁવતક

સમુદ્રનાં જુદા જુદાં સ્તરનું ઉષ્ણતામાન જુદું જુદું હોય છે. ઉષ્ણતામાન તફાવતનો ઉપયોગ સમુદ્ર થર્મલ ઊર્જા કન્વર્ટર મારફત વીજળી ઉત્પન્ન કરવામા થાય છે. પરંતુ સમુદ્રના મથાળાના વધુ ગરમ સ્તર અને વધારે ઉંડા ઠંડા સ્તર વચ્ચે આશરે ૨૦ ડિગ્રી સે. નો તફાવત હોય તો તે ઉત્તમ કામ આપે છે. આ વિચાર પ્રથમ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રવિદ જેકસ આર્સેન ડી અવસોનવેલ ૧૮૮૧ માં વહેતો મૂકયો પરંતુ પ્રથમ પ્લાન્ટ તેમના વિધાર્થી જ્યોર્જ કલાઉડે કયુબામાં ૧૯૩૦ માં નાખ્યો. તેણે નીચા દબાણવાળા ટર્બાઈનથી ૨૨ કિ. વો. વીજળી ઉત્પન્ન કરી. અહી સમુદ્ર થર્મલ ઊર્જા કન્વર્ટર પ્લાન્ટનું મોડેલ છે.

તરંગ વીજળી ઉત્પન્ન/વેવ પાવર જનરેંટર્

પવન ઊર્જા સમુદ્રમાં તરંગ ઉત્પન્ન કરે છે. પ્રત્યેક તરંગ વધારે ઊર્જા ગુમાવ્યા સિવાય લાંબા અંતર સુધી જઈ શકે છે. મજબૂત સ્થિર પવન એવા તરંગ પેદા કરે છે કે જેે કલાકે ૫૬ માઈલ સુધી જઇ શકે છે.

તરંગોની ઊર્જાનો ઉપયોગ યર્બાઈન ચલાવવા થાય છે. તે વીજળી ઉત્પન્ન કરે છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ તરંગ ઊર્જાની શક્તિ દુનિયાની વીજળીના ૧૦ ટકા જેટલી છે. તેમાં પ્રશ્ન ફકત દરિયામાં માળખું અંકબંધ રાખવાનો છે. તેવુ હોવા છતાં દુનિયામાં તરંગ શક્તિના ધણા પ્લાન્ટ છે.


સૌર ગૃહ

સામાન્ય રીતે લોકો એવુ વિચારે છે કે સૌર ઊર્જા સસ્તી હોવા છતાં, તેનો ઉપયોગ મર્યાદિત છે અને તેનો ઉપયોગ કરવાનું સગવડભર્યુ નથી. તેમ છતાં તાજેતરમાં થયેલી પ્રૌધોગિક પ્રગતિએ સૌર ઊર્જા નો ઉપયોગ થર્મલ અને વીજળી બન્ને સ્વરૂપમાં સહેલો અને સસ્તો બનાવ્યો છે. અહીં સોર-ગ્રુહમાં રસોદામાં ગરમ પણીનાં નળથી માંદે ટિ,વી. રેફિજરેટર વગેરે જેવા ઉપકરણો સોર ઉર્જાની મદદથી ચાલે છે. છત માં પી.વી. સેલની પેનલ નિ મદદથી પેદા થયેલી આ સંગ્રહિત ઊર્જા શ્રેણીબંધ બેટરીમાં સંગ્રહાય છે.

ઊર્જા ટી. વી. રેફ્રિજેટર, પંખા વગેરે ચલાવવાના ઉપયોગ કરવા માટેઈન્વર્ટરમાં મોકલાય છે.

આપણે આપણો ખોરાક સૌર કુકરની મદદથી રાંધી શકીએ છીએ પાણી ગરમ કરવાની સૌર પધ્ધતિ ી બહારની બાજુએ રાખેલ છે.

ધરમાં પાણીની જરૂરિયાતની કાળજી લો. સૌર ફાનસ ઝડપથી પ્રકાશ આપે છે. ચિતાં કરશો નહિં સૌર ઊર્જાને પ્રવાહનના પ્રશ્ન નથી.


વધુ પ્રદર્શન