
ગુજરાત સાયન્સ સિટીમાં નવો મૂકેલો સંગીતમય ફુવારો ઉત્પ્લવનશાસ્ત્ર (હાઈડ્રોસ્ટેટિકસ) દ્દવગતિવિજ્ઞાન (હાઈડ્રોડાયનેમિક) વીજચુંબકત્વ (ઈલેકટ્રોમેગ્નેટિકસ) અને ડિજિટલ વીજાણું વિધાનાં ક્ષેત્રોમાં વિજ્ઞાન અને પ્રૌધોગિકનાં કેટલાંક મહત્વનાં લક્ષણોનું રોમાંચક નિદર્શન છે. તે આનંદ પ્રમોદનો ફુવારો છે. ફુવારાના ઉદ્દગમસ્થાનેથી આવતું પાણી, પાસ્કલના નિયમો અને બહનૌલીના સિધ્ધાંતો સહિત પ્રવાહીના મૂળભૂત નિયમો અનુસાર છે. વિધુતચંબકીય સોલેનાઈડ વાલ્વ શ્રાવ્ય પધ્ધતિમાંથી તે સમયે ધબકાર મેળવે છે અને પાણીના જેટનું નિયંત્રણ કરે છે. સંગીત ડિજાઇનરાઈઝ થાય છે અને ધબકાર કોમ્ય્યુટરીકરણ કરેલા કાર્યક્રમ નિયંત્રક મારફત સોલેનોઈડ વાલ્વમાં જાય છે. પરંપરાગત સંગીતમય ફુવારામાં, પાણીના પ્રવાહનું નિયંત્રણ શ્રાવ્ય સિગ્નલના જુદા જુદા વ્યાપથી નિયંત્રણ થાય છે. પરંતુ ગુજરાત સાયન્સ સિટીનો સંગીત ફુવારો, શ્રાવ્ય સિગ્નલ વ્યાપ અને વારંવારના બન્ને પ્રત્યે પ્રિતવાભાવી હોવાથી, ફુવારો સંગીતના અવાજ અને જોશ સાથે નૃત્ય કરે છે. આ સંગીતમય ફુવારો સંગીત અને વિજ્ઞાનની આંતરપ્રક્રિયા મારફત માનવ રચનાત્મકતાનું સુંદર દ્દષ્ટાંત છે.
અમદાવાદ તેમજ રાજયના અને દેશના અન્ય ભાગોના ને આકર્ષવા માટે સંગીતમય ફુવારો આશાસ્પદ છે. ધ્વનિ, પ્રકાશ અને પાણીની જાદુઈ દુનિયાનો અનુભવ પૂરો પાડે છે. તેમાં પ્રૌધોગિકી અને કલ્પના શકિતનું મિશ્રણ છે.
તે રાત્રિના સમયે અનેરું મનોરંજન પુરૂ પાડે છે. તે રાત્રિના સાથે તાલ મિલાવી નૃત્ય કરે છે. અને પ્રત્યેક લયમાં ધ્વનિ અને પ્રકાશ ઝડપી અને ધીમો લય પુરાવે છે.

સાયન્સ સિટીનો સંગીતમય ફુવારો એશિયામાં સૌથી મોટો ફુવારો છે. તે ષટ્કોણ સંગીત ગ્રિડ પધ્ધતિમં ૯૦૦૦ ચો. મીટર વિસ્તારમાં પથરાયેલો છે. ફુવારાનો સમુરચય સમચોરસ આકારનો છે. તે ૧૩૦૦ ચો. મીટરના વિસ્તારને આવરી લે છે. તેણે ૧૧૩ જેટ, ૯૩૫ પાણી નીચેના રંગીન પ્રકાશ, ૪ સબમર્સિબલ હેવી ડયુટી પંપ ૨૭૩ અસરવાળા ૨૦૭૩ હાઈડ્રોલિક નોઝલના સેટ રાખ્યા છે. કેન્દ્રમાં કમળના પાણીનું પ્રમાણ ૩૦ મીટર જેટલું ઉંચું છે. તરતા ફુવારા, સીંગલ પંખી, દોડતાં મોજાં, મોર ઝુલા, ફુલની બાસ્કેટ સક્રિત ૨૦ પ્રકારની પાણી પધ્ધતિઓ છે.

સાઉન્ડ સિસ્ટમ ખરેખર સરસ છે. આસપાસની ૪૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમિ સાથે સૌથી ઉંચી ગુણવત્તાવાળી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમિ પૂરી પાડવા ગ્રાફિક ઈકિવલાીઝરથી સુસજજ ૨૦ સ્પીકરથી સંગીત પ્રસરે છે.
સંગીતમય ફુવારા અંગેના કાર્યક્રમો કમાન્ડના સોફવેર કાર્યક્રમમાથી સંપૂર્ણપણે નિયંત્રિત થાય છે. પંપ અને બીજી સાધનસામગ્રી એકવાર ચાલુ થઈ જતાં, આ કામગીરીને એક કોમ્પ્યુટરથી સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવે છે.
મુલાકાતીઓ આ સ્વપ્નરૂપ ફુવારો જોતા, તેઓ તેની પાછળના શ્રવણેન્દ્રીય, પાણી ઉપાય પ્રક્રિયા, લાઈટ-વોટર સિન્ક્રોનાઈઝેશન, બૌરનેલના સિધ્ધાંતો, પાણીની ગતિનો પ્રકાર જળગતિ વિજ્ઞાન, મેધધનુષ વગેરે જેવા સિધ્ધાંતો પણ શીખશે.

તેમાં શિલ્પ છે. તેની આસપાસ વૃક્ષો અને ફુલ આચ્છદિત હરિયાળી જમીન છે. વીજાણું ધ્વનિ અને પ્રકાશના કાર્યથી, સાયન્સ સિટીનો વિશાળ સંગીતમય ફુવારો અમદાવાદમાં કોતરેલુ ભવ્ય મોતી બન્યો છે. અરૂણકુમાર એન્ડ એસોસીએટસ મુંબઈ ભૂમિદશ્ય અને સ્થાપત્ય પરામર્શ આપ્યા છે. પ્રીમિયર ફાઉન્ટેન, કોલકાતા આ વિશાળ સંગીત ફુવારાના વિકાસમાં ફાળો આપ્યો છે.
સંગીતમય ફુવારાનો કુલ ખર્ચ રૂ.૩૩૦ લાખ થયો છે. તે સાયન્સ સિટીનું નવું આકર્ષણ છે. તે બધા પ્રકારના મુલાકાતીઓ માટે સાંજના સમયે મનોરંજન પુરૂ પાડે છે. તે સાંજે ૨૦ મિનિટના ૨ થી ૩ શો કરે છે. ટિકિટના દર વ્યકિત દીઠ રૂ.૨૦ નક્કી કર્યા છે.

સંગીતમય ફુવારો શ્રોતાઓ માટે જળ અને પ્રકાશ દર્શાવવવામાં ઉત્કૃષ્ટ છે. અને સંગીત સાંભળવામાં સરળતા કરી આપે છે. સૂર્ય પાછળના ભાગમાં અસ્ત થાય છે. અને યુવાનોને પ્રેરણા આપવા જૂજ વિચારો જળ, પ્રકાશ અને ધ્વનિના વિજ્ઞાનમાં જઈ શકે.