English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News
Vibrant Gujarat

હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ | અંશતઃ સૂર્યગ્રહણને સાવધાની પુર્વક કઈ રીતે જોઈ શકાય?

અંશતઃ સૂર્યગ્રહણને સાવધાની પુર્વક કઈ રીતે જોઈ શકાય?

સૂર્યને આમતો કોઈ પણ સમયે એક સેકન્ડ કે તેથી વધારે સમય સુધી જોવામાં આવે તો તે અમારી આંખને નુકસાન પહોચાડી શકે છે. અંશતઃ સૂર્યગ્રહણન કે તેના કોઈ પણ ભાગને અસુરક્ષીત રીતે જોવુ આંખો માટે ખરાબ છે. કારણ કે તમે ખુબ જ લાંબાગાળા સુધી સુર્યને જુઓ તો તે તમારી આંખોમાં લાંબાગાળાની નુકશાની કરી શકે અને તમને નેત્ર પટલનો અમુક ભાગ બફાઈ ગયો હોય તેમ લાગશે. નીચે આપેલી અમુક એવી સુરક્ષીત પઘ્ધતિઓ છે કે જેના દ્વારા તમે સૂર્યગ્રહણ સાવધાનીપુર્વક જોઈ શકો છો.
 
૧. સોલર ફિલ્ટર દ્વારા :- એલ્યુમિનાઈઝડ કરેલ માયલરની ફિલ્મો (પટ્ટી) દ્વારા જ સૂર્યગ્રહણને જોવુ કારણ કે તેમને માત્ર સૂર્યગ્રહણ જોવા માટે જ બનાવવામાં આવે છે.
 
ર.વેલ્ડર ગ્લાસને ૧૪ :- વેલ્ડરના ચશ્માં અથવા વેલ્ડરનાં ચશ્માં માટે વપરાતા ફિલ્ટર જેનું માનાંક / રેટીંગ ૧૪ કે તેથી વધારે હોય તેનો ઉપયોગ જ સૂર્યગ્રહણને સુરક્ષીત રીતે જોવા માટે કરવો.

 

 
૩. પડદા પર પડતાં પ્રતિંબંબ વડે સૂર્યગ્રહણને જોવુ :- અહી આ રીતમાં કોઈપણ એક કાર્ડમાં નાનું પીન જેવું કાણુ પાડો અને તેના દ્વારા પડતા પર પડતા સૂર્યનાં પ્રતિબિંબને જુઓ. આમ તમે પડદાને જુઓ છો સૂર્યને નહી. આના માટે તમે કાગળનાં ટુકડા કે ટોપીમાં કાણૂં પાડી તેના પર પ્રતિબિંબને (સૂર્યના પ્રતિબિંબને) જોઈ શકો છો. આ કાણા સાથે સપાટ સપાટી પર કોઈ નાની વસ્તુને રાખો જેથી તમે સૂર્યમાં થતી હિલચાલને જોઈ શકો.
 
૪. સંપૂર્ણ રીતે એકસપોઝડ અને ડેવલપ્ડ કરેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મઃ- કોઈપણ વ્યકિત બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મથી ફિલ્ટર તૈયાર કરી શકે છે પણ આ ફિલ્મ સંપૂર્ણ રીતે બ્લેક એન્ડ વ્હાઈટ હોવી જોઈએ. (જેવી કે કોડાકની Trix અને Panx (ફિલ્મો) આવી ફિલ્મોને જયારે ડેવલપ કરવામાં આવે છે (ધોવામાં આવે છે) ત્યારે તેના પર ચાંદીનું પડ ચડી જાય છે. આ ચાંદીના પડ તમારી આંખનુ રક્ષણ કરે છે.
 
પ.કેમેરા અને ટેલીસ્કોપના સોલાર ફિલ્ટરો દ્ધારઃ- ધણી બધી કેમેરા અને ટેલીસ્કોપ બનાવતી કંપનીઓ સૂર્યને સુરક્ષીત રીતે જોવા માટે ધાતુનાં કોટીંગ કરેલા ફિલ્ટરો આપે છે. આ ફિલ્ટરો સામાન્ય એવા માયલર કરતા ખુબ જ મોધા હોય છે. પણ અવલોકનકારો તેમને પસંદ કરે છે. કારણ કે તેઓ જુદા જુદા કલરમાં ઉપલબ્ધ હોય છે. ક્રોમીયમ પડ ચડાવેલ ફિલ્ટર દ્ધારા સૂર્ય નારંગી રંગનો દેખાય છે. જયારે એલ્યુમિનાઈઝડ કરેલ માયલર ફિલ્મ વડે સૂર્ય ભુરા - વાદળી રંગનો દેખાય છે. માયલર વડે તમે આ ફિલ્ટરો દ્ધારા સૂર્યને તમે સીધો જ જોઈ શકો છો.
 
સાવધાનીઓ:-કયારેય પણ ક્રોમોજેનીક બ્લેક એન્ડ વાઈટ કે કલર ફિલ્મનો ઉપયોગ કરવો નહી. ડેવલપ કરેલી કલર ફિલ્મ ગમે તેવી કાળી કેમ ન હોય પણ હકીકતમાં તો તેના પર કલર ડાઈઝ હોય છે. જે તમારી દુરીને રક્ષણ કે બચાવ કરતી નથી. માત્ર બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોને ધોયા બાદ તેના પર રહેલ ધાત્વીય ચાંદીનુ પડ જ તમન ેસૂર્યગ્રહણ જોવા માટેનું સુરક્ષીત સોલાર ફિલટ ઉત્પન્ન કરાવે છે.
 
સૂર્યગ્રહણ જોવાની અસુરક્ષીત પઘ્ધતિઓ :-
 
  • સનગ્લાસ એક લેયર કે વધુ લેયર વાળા પહેરવા.
 
  • ધુંધળા ગ્લાસ
 
  • રંગીન ફિલ્મ, ચાંદીનુ પડ ન ચડાવેલ બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ, ફોટોગ્રાફીની નેગેટીવ જેના પર પ્રતિબિંબો પડેલ હોય (x-ray) ની ફિલ્મ તેમજ ફોટોગ્રાફની ફિલ્મ)
 
  • ફોટોગ્રાફીક ન્યુટલ ડેન્ગીટી ફિલ્ટર
 
  • માયલરની ઓખીકમ ગ્રેડ વગરની ફિલ્મો (વસ્તુઓને ભરવા માટે વપરાતી ફિલ્મ પટ્ટીઓ)