હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ |ગ્રહણ અને તેના વિષેની માન્યતાઓ
|
|
ગ્રહણ અને તેના વિષેની માન્યતાઓ |
 |
|
ગ્રહણ વિશેની જુદી જુદી માન્યતાઓ દુનીયામાં પ્રચલીત છે. જુદી જુદી સંસ્કળતીઓમાં એવું માનવામાં આવે છે કે દાનવો અને ડ્રેગન સુર્યને ગ્રહણ દરમિયાન ગળી જાય છે. ભારતમાં આપણે એવું માનીએ છીએ કે રાહુ અને કેતુ સૂર્યગ્રહણ માટે જવાબદાર છે. આપણે ત્યાં રાહુ અને કેતુને ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. જયારે વાસ્તવમાં સૂર્યમંડળમાં તેમનું કયાય સ્થાન નથી તેનો આપણા પ્રાચીન કાળના લોકોની એક ધડી કાઢેલી સુંદર કલ્પના છે. |
|
ચિનમાં એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ડ્રેગન સૂર્યને ગળી જાય છે. આથી ત્યાના લોકો ઢોલનગારા (ડ્રમ) વગાડીને ખુબ જ અવાજ ઉત્પન્ન કરે છે. તેથી ડ્રેગન આવા અવાજો સાંભળી ડરીને ભાગી જાય છે. જાપાનમાં લોકો સૂર્યગ્રહણ દરમ્યાન કુવાઓને ઢાંકી દે છે. જેથી સૂર્યગ્રહણ દરમિયાન અંધારાની આડશમાં દાનવો તેમનાં કુવામાં ઝેર ભેરવી શકે નહી. |
|
રોમાનીયામાં એવી માન્યતા પ્રર્વતે છે કે વરૂઓ અને દાનવો ગ્રહણ દરમ્યાન સૂર્યને ખાઈ જાય છે. આથી તેમને ડરાવવા માટે તેઓ ખૂબ જ મોટી અગ્નીઓ અને ચર્ચ (દેવળની) ધંટીઓ સૂર્યગ્રહણ દરમિયાન ખૂબ જોરથી વગાડે છે. |
|
|
|
|
|
|
|
|
|