|
Latest News |
|
|
 |
|

|
|
|
હોમ | અત્યારનું આકર્ષણ | વિજ્ઞાન ખંડ અને અંતરીક્ષ ખંડ | વિજ્ઞાન ખંડ
|
|
વિજ્ઞાન ખંડ |
 |
|
પ્રાસ્તાવિક
|
એક જૂની ચાઇનીઝ કહેવત છેઃ ‘‘મને કહો, હું ભૂલી જઇશ, મને બતાવો, હું યાદ રાખીશ, મને સાંકળો, હું સમજી લઇશ.’’ હોલ ઓફ સાયન્સ એક મોટી ખુલ્લી પ્રયોગશાળા છે. જ્યાં મુલાકાતીઓ પ્રદર્શિત થયેલી વસ્તુટનો જાત અનુભવ કરી તેની સાથે સંકળાઇ શકે છે. અહીં મુલાકાતીઓ શોધ પ્રક્રિયા દ્વારા વિજ્ઞાન વિશે જાણી શકે છે. પ્રકાશ, દ્રષ્ટિશ, અરીસા, ગતિશાસ્ત્રિ, ગણિતશાસ્ત્રછ, અવાજ, તરલતા, ઊર્જા જેવા જુદા જુદા વિભાગોમાં ફરતાં તેઓ પ્રદર્શિત થયેલી વસ્તુ્નો સ્પ,ર્શ દ્વારા અનુભવ પણ કરી શકે છે. ટૂંક સમયમાં જ અહીં તણખામંડળ ઊભું કરવામાં આવશે જ્યાં લાખો વોલ્ટફના જનરેટરની મદદથી તણખા ઝરશે. વિજ્ઞાન કેન્દ્ર્માં જાતને સાંકળીને સમજવાની આ નવી પદ્ધતિ છે.
|
|
 |
|
(૧) પ્રકાશ દ્વિપ |

|
સ્પર્શથી અનુભવી શકાય તેવા પ્રયોગોની શ્રેણી દર્શાવે છે કે પ્રાશ કેવી રીતે જુદા જુદા પ્રકારના અરીસા પર પરાવર્તિત થાય છે. જુદા જુદા લેન્સ મારફતે વક્રીભવન થાય છે, હીરામાં થતું આંતરિક પરાવર્તન અને તેનું વાતાવરણમાં વેરવિખેર થઇ જવું જેથી આકાશ કેમ ભુરૂ દેખાય છે તે સમજાવી શકાય, પોલરાઇઝેશન, વ્યતિકરણ અને વિવર્તનને આ અદભૂત પ્રદર્શનમાં જોઇ શકાય છે. પ્રાથમિક રંગોની મેળવણી છે. બાદબાકીથી પૂરક રંગો મેળવી શકાય છે. ત્રણ મૂળભૂત રંગોની મેળવણીથી નવા જ રંગનો આવિષ્કાર થાય છે. તેમ જ લેઝર પ્રકાશનું સુસંગત કિરણ ઉત્પન્ન થાય છે. કોમ્પ્યુટર મલ્ટી મીડિયાના માધ્યમથી અહીં વધુ માહિતી આપીને મુલાકાતીઓને વિગતવાર સમજાવવામાં આવશે. |
|
 |
|
(૨) આંખ અને દ્રષ્ટિ |

|
ઇન્ટરએક્ટિવ પ્રદર્શન બતાવશે કે આપણી આંખો કેવી રીતે નેત્રપટલ (આંખના પડદા) પર ચિત્રને ઝીલે છે, આંખની કીકી કેવી રીતે નેત્રપટલ પર આવતા પ્રકાશને નિયંત્રિત કરે છે. લધુદ્રષ્ટિ કે ગુરુદ્રષ્ટિની ખામી યોગ્ય લેન્સની મદદથી કેવી રીતે સુધરી શકે, પિધની દ્રષ્ટિ અને રંગોની ઓળખ માટે રોડઝ અને કોન્સનો શું પ્રતિભાવ રહે છે. પ્રકાશ, આંખો અને મગજ – આ ત્રણે દ્રષ્ટિ માટે એકસરખાં જવાબદાર છે અને તેમાનું કોઇપણ યોગ્ય કામ ના કરે તો શું થાય તે આ પ્રદર્શન સમજાવે છે. દ્રષ્ટિભ્રમની એક આખી શ્રેણી આંખમાં ઝિલાતા ચિત્રની સાચી સમજ માટે મગજની શું ભૂમિકા છે તે સમજાવે છે. |
|
 |
|
(૩) અરીસાથી દ્રષ્ટિભ્રમ |

|
અરીસો સામાન્યરપણે ચિત્રનું પ્રતિબિંબ રજૂ કરે છે. પરંતુ જે અરીસાઓ ચિત્રને વિદ્યુત કે ઊલ્ટાિ રજૂ કરે છે તેનું શું ? આ અરીસાઓ જે બે ચિત્રોને ભેગા કરી ભ્રમ ઊભો કરે છે તેનું શું ? એવા અરીસા જે તમને બતાવતા નથી પરંતુ તમારી બાજુમાં તમારો મિત્ર ઊભો છે તેવું કાયમ દર્શાવે છે તેનું શું ? ચાંદીની થાળીમાં તમારું કપાયેલું માથું ધસી રહ્યા હોવા છતાંય તમે હસતા રહો છો તે કરામતનું શું ? એવું વાસ્તંવિક ચિત્ર જેમાં તમને ગુલાબનું ફૂલ દેખાય છે પરંતુ તમે તેને કદી પકડી શકતા નથી તેનું શું ? અને ભુલભુલામણીવાળો એક એવો વિશાળ અરીસો જેના એકથી વધુ પ્રતિબિંબ તમે ખોવાઇ જાવ છો તેનું શું ? આ તો જાણે જાદુની દુનિયા જ્યાં અરીસાઓ સઘળી કરામત કરે છે. |
|
 |
|
(૪) ગણિતશાસ્ત્ર /Mathematics |

|
ગણિતશાસ્ત્રગ જેને તમે ખૂબ જ અઘરા અને ત્રાસદાયક વિષય તરીકે ઓળખો છો, ખરું ને ? પરંતુ ગણિતશાસ્ત્રય સાથે સંકળાયેલી તમામ મઝા-આનંદ અહી હાજર છે. લંબગોળ ટાંકીમાં એક કેન્દ્રતસ્થા નેથી તરંગો ઉત્પઝન્નઆ કરવામાં આવે તો તે તરંગો હંમેશા બીજા કેન્દ્ર સ્થાસન પર ભેગા થશે. લંબગોળ કેરમ બોર્ડ પરના એક કેન્દ્રહ પરથી જો સ્ટ્રારઇકરને તાકવામાં આવે છો તે નિશ્ચિતપણે બીજા કેન્દ્ર્ પર અથડાશે, ઢોળાવ તરફ ગગડતો બોલ હંમેશા પરાવલય અરીસા તરફ જ કેન્દ્રિંત થઇને ચોક્કસ કાણામાં પડે છે. દડાને ઊંચાઇ વળાી જગ્યાનએથી છોડવામાં આવ્યાસ બાદ, ત્યાં રાખવામાં આવેલ ખીલીઓ સાથે જુદી-જુદી રીતે અથડાઇને નીચેની તરફ ભેગા થઇને ત્યાંખ ગોસિઅન કર્વ બનાવે છે. રમકડાંની ટ્રેન મોબીઅસ વળાંક પર બંને તરફ એકધારી ગતિ કરે છે. આ ગણિતશાસ્ત્ર નું રમતગમતનું મેદાન છે. |
|
 |
|
(૫) ગણિતશાસ્ત્ર/Kinematics |

|
તમે અહીં સાયકલના પેડલ ઘુમાવો, વીજળીનું ઉત્પા દન કરીને લેમ્પન અને ટેલિવિઝન કાર્યરત કરી શકો છો. બોલ સરકતો સરકતો જ્યાંથી પસાર થાય છે. એ માર્ગ્માંવ નવ લૂપ-આપવા છતાં નીચે પડતો નથી, જે કેન્દ્રખત્યાોગી બળથી બહારથી આપવામાં આવતાં બળને આભારી છે. ગુરૂત્વી ય કૂવામા; સરકતા જતા દડા બતાવે છે કે ગ્રહો કેવી રીતે સૂર્યની આસપાસ ઘૂમી રહ્યા છે. તમે અહીં કોણીય વેગમાનના સંરક્ષણના નિયમને ફરતી ખૂરશીની મદદથી તમે બતાવી શકશો, દાંતાવાળા ચક્રની ટ્રેનની મદદથી શક્તિનું વહન થતું નહીં જોવા મળશે. ગરગડીઓની મદદથી તમે તમારા પોતાના વજનને ઊંચકી શકશો. |
|
 |
|
(૬) અવાજની દુનિયા |

|
મુલાકાતીઓ અહીં ગામડાની નિરવ શાંતિનો, નદીઓ જ્યાંથી પસાર થાય છે અને પક્ષીઓ જ્યાં કલરવ કરે છે તેવા ગાઢ જંગલનો, શહેરના ઘોંઘટભર્યા માહોલનો આનંદ માણી શકશે, અને પછી ધ્વ્નિમાપક યંત્રની મદદથી પોતાનો સાંભળવાની ક્ષમતાને ચકાસી શકે છે. લાંબી ટયુબમાં બોલાતો અવાજ પ્રસારિત થતા સમય લાગે છે તે હવામાં અવાજની ઝડપની મર્યાદા બતાવે છે. કંપન પામતી દોરી પર તમે નોડ અને એન્ટીયનોડ અનુનાદની અસર જોઇ શકો છો. કંપન પામતા શરીરના પડવાની અસરો અનુભવી શકો છો, સીબેક સાયરન પર સંગીતની તરત જ સર્જી શકો છો કે પછી ઇલેકટ્રોનિક ઓર્ગન પર સંગીત સર્જી શકો છો. |
|
 |
|
(૭) તરલતા |

|
પંપ દ્વારા ઓવરહેડ ટાંકીમાં લઇ જવાતું પાણી પોતાની સાથે સ્થિછતિ ઊર્જા પણ મેળવે છે. ગુરૂત્વાાકર્ષણનાં બળ દ્વારા પડતા પાણીની સ્થિવતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે અને તેનાથી ચક્રો ઘૂમે છે, વીજળી ઉત્પનન્ન થાય છે, અવાજના તરંગો ઉત્પથન્નમ કરે છે અને તે સાથે ઉતપ્લાનવક બળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત, પાસ્કકલનો નિગમ, બકનળી (સાઇફન), બર્નોલીનો સિદ્ધાંત સમજાવે છે. હવાનો લેમિનાર ફલોનો સિદ્ધાંત એરોપ્લે,નના હવાઇ ઉડ્ડયન માટે નિમિત બને છે, અને અહીં મુલાકાતી પોતાનું શરીર હવામાં ઉપરની તરફ ઊંચકાઇ રહ્યાનો અનુભવ કરે છે. મુલાકાતી કૃત્રિમ વાવાઝોડું સર્જી શકે છે તેમજ નદીમાં વમળો ઉત્પ ન્ના કરી શકે છે અરે, હવાની મદદથી પત્ર પણ મોકલી શકે છે. |
|
 |
|
(૮)ઉર્જાનું રૂપાંતર |

|
ઊર્જાનું સર્જન કે વિનાશ થઇ શકતો નથી, તેનું માત્ર એક સ્વેરૂપમાંથી બીજા સ્વ રૂપમાં રૂપાંતરણ થઇ શકે છે. આ ખંડમાં પ્રદર્શિત ઇન્ટપરએક્ટિવ પ્રદર્શનો બતાવે છે કે કેવી રીતે ઊર્જાનું રૂપાંતરણ થાય છે. સ્થિિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં અને ગતિનું સ્થિીતિ ઊર્જામાં રૂપાંતર, પ્રકાશનું વિદ્યુતમાં અને વિદ્યુતનું પ્રકાશમાં પરસ્પતર રૂપાંતર, અવાજનું વિદ્યુતમાં પરસ્પ ર રૂપાંતર, ગરમીનું વિદ્યુતમાં પરસ્પપર રૂપાંતર, રસાયણનું વિદ્યુતમાં પરસ્પંર રૂપાંતર, ચુંબકીય શક્તિનું વિદ્યુતમાં પરસ્પરર રૂપાંતર,યાંત્રિક શક્તિનું વિદ્યુતમાં પરસ્પીર રૂપાંતર, સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં અને કંપનોનું વિદ્યુત ઊર્જામાં પરસ્પીર રૂપાંતરણ, મુલાકાતીઓએ અખંડ ગતિમાં ચાલતા અને દેખીતી રીતે તેમને ગેરમાર્ગે દોરતા આ પ્રદર્શનમાંથી ઊર્જાના છૂપાયેલા સ્ત્રોનતને શોધી લેવાના રહેશે. |
|
 |
|
|
|
|
|
|
|
|