English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat

હોમ | ભવિષ્યનું આકર્ષણ | પૃથ્વીના ગ્રહનું પેવેલિયનઃ
પૃથ્વી ગ્રહનું પેવેલિયનઃ

પૃથ્વી ગ્રહનું પેવેલિયન આપણા ગ્રહ પૃથ્વીનું મનોહર સૌંદર્ય અને ધણી સાચી બાબતોની વિશેષતા દર્શાવવાનું ધ્યેય રાખે છે. સાથોસાથ ધરતીકંપ, જવાળામુખી જમીન ધસી પડવી વગેરે જેવી કુદરતી આફતોના પ્રકાર અંગે જાગૃતિ આપવા માગે છે.

આ પેવેલિયન બે ભાગમાં બાંધવામાં આવશે. પ્રથમ ભાગનું શીર્ષક ગતિશીલ પૃથ્વી રહેશે તે ૨૫૦૦ . માઈલના વિસ્તારમાં પથરાયેલી રહેશે. બીજા ભાગને જીવનનું પારણું શીર્ષક અપાશે. તે પૃથ્વીમાં સંસોધનો અંગે કામગીરી કરશે અને ૧૫૦૦ ચો. મીટર વિસ્તારમાં બંધાશે.

ગુજરાત સાયન્સ સિટી પરિષદે ઉપરના પેવેલિયન માટે વિસ્તૃત દરખાસ્ત વિકસાવી છે અને ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થા તંત્રે (GSDMA) ઉપરના પેવેલિયનના પ્રથમ ભાગ ગતિશીલ પૃથ્વીના ભાગ માટે રૂ.૧૫.૪ કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે.

પેવેલિયનની વિભાવના પૂરી થઈ છે. સમગ્ર ખંડની રચનં પૂરી થઈ ગઈ છે. મકાનનું બાંધકામ શરૂ થવાનું છે. જરૂરી વસ્તુઓ અને મોડેલની ટેકનિકલ રચનં ચાલુ છે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ખાત મુહૂર્ત ૨૯ ઓકટોમ્બર ૨૦૦૪ ના રોજ કર્યું તેનું બાંધકામ ચાલુ થયું છે. અને જાન્યુઆરી, ૨૦૦૬ સુધીમાં પુરૂ થઈ જશે. એશિયન ડેવલપમેન્ટ બેંકે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા મંડળ મારફત આ પેવેલિયનના વિકાસ માટે નાણાંકીય સહાય આપી છે.

આ પેવેલિયનના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

  • ધરતીકંપ, જવાળામુખી, જમીન ધસી પડવી વગેરે જેવી જુદા જુદા પ્રકારની કુદરતી આપત્તિઓ અંગે લોકોને માહિતગાર કરવા શિક્ષણ અને તાલીમ અને આપણા ગ્રહ પૃથ્વીના મનોરમ સૌદર્ય અને તેની સાચી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવુ.
  • લોકોને કુદરતી સંસોધનો અને તેમના સંરક્ષણ અંગે શિક્ષણ આપવું આપણો ગ્રહ પૃથ્વી જોખમમાં છે. આપણાં સંસોધનો દૂષિત છે અને પોત સમતુલા અને સ્થિરતા સામે ભય ઉભો થયો છે. તે હકીકત પ્રત્યે ખાસ ધ્યાન દોરવું.
  • આપત્તિ વ્યવસ્થાની જરૂરિયાત પર અને કુદરતી આપત્તિ અંગે તૈયાર રહેવા અને ધરતીકંપ, વંટોળિયો, જમીન ધસી પડવા અંગે તપાસ કરવા અને અભ્યાસ કરવા માટે પ્રયોમતી પ્રૌધોગિકી અને તેને લગતી સંસોધન પ્રવૃતિઓ અંગે લોકોને માહિતગાર રાખવા.

તેનાં મહત્વનાં લક્ષણો નીચે મુજબ છે.

  • પેવેલિયનનું બાંધકામ ષટ્ટકણ ગ્રિડ પધ્ધતિએ ૯,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કર્યું છે. તેના ધુમ્મટનો વિસ્તાર ૫૦ મીટર વ્યાસનો છે. વાસ્તવમાં તે ભારતનો એક સૌથી મોટ ધુમ્મટ છે.
  • ગ્રહ પૃથ્વી જુદી જુદી કુદરતી આપત્તિઓના જીવંત અનુભવ આલેખશે. આપત્તિ વ્યવસ્થામાં અનેક હાથ અને મગજ તેની વસ્તુઓ અને પ્રવૃતિઓ હાથ ધરશે.
  • ગ્રહ પૃથ્વીના પેવેલિયનના મુખ્ય વિભાગમાં આકાશી (celestrial ) સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, (૨) ગતિશીલ પૃથ્વી (૩) પૃથ્વીનાં સંસાધનો (૪) ગ્રહ સમુદ્ર (૫) પાણી-જીવનનો ઝરો (૬) વાતાવરણ (૭) બાળ પ્રવૃતિ વિસ્તારનો સમાવેશ થાય છે.
  • દરેક વિભાગ વ્યકિગત રીતે, તેનું મહત્વ વાજબી કરાવવા અને લોકોને સમજવા અને આંતપ્રક્રિયા માટે પ્રસ્તુત હોય તેટલી પૂરતી સંખ્યામાં વસ્તુઓ રહેશે
  • ગતિશીલ પૃથ્વી વિભાગની અંદરની બાજુએ ધરતીકંપ નિદર્શન કોર્નર ધરતીકંપ પ્લેટફોર્મની જોગવાઈ છે તે હાઈડ્રોલિક સિમ્યુલેટર પર છે. વિડિયો પ્રોજેકશ તેની તીવ્રતા રિચર માપમાં દર્શાવશે. એપિ-સેન્ટરનું સ્થળ, ગૌણ ધુજારી અને ધરતીકંપે વેરેલો વિનાશ પણ દર્શાવવામાં આવશે.
  • પૃથ્વી વિભાગનાં સંસોધન મુલાકાતીઓને પૃથ્વીના અંતરિયાળ ભાગમાં જશે - પૃથ્વીના ઉંડા અંતરિયાળ ભાગમાં કૃત્રિમ એલિવેટર રાઈડ મુલાકાતીઓને યોગ્ય રીતે બનાવેલી ભૂગર્ભ કોલસાની ખાણોમાં લઈ જશે. તેમને કોલસાના થર, લાંબી દિવાલ અને નાની દિવાલ, કોલસો કાપવો, તે એકઠો કરવો,તેનું પરિવહન, ખાણના ટેકા, રેતી ભરવી, પાણી કાઢી લેવું, સલામતીનાં સાધનો વગેરે દર્શાવશે તેની આસપાસ પેટ્રોલિયમ, ભૂસ્તર થર્મલ ઉર્જા, અણુવીજળી પ્લાન્ટની સામગ્રી પણ છે. અને રત્ન, ખનિજ, પરવાળાં, દરિયાઈ નોડયુલ અને સેન્દ્રિય પદાર્થો એકત્રિત કરી બતાવવામાં આવે છે.
  • વાતાવરણ અંગેનો વિભાગ પૃથ્વીનું વાતાવરણ, જુદા જુદાં પડ, તેમની ઉંચાઈ, રચના દર્શાવશે અને આ પડ કઈ રીતે આપણને ઉપયોગી છે તે બતાવશે. હવાનું રસાયણ અને તેને લગતા અનુભવો દર્શાવશે.