ભારતની પરંપરાઓ સાર્વગિક સંવાદિતા, તમામ જીવ માટે માન અને એકત્રિત સુંદર અભિગમના સિધ્ધાંતો પર સ્થાપાઈ છે. ભાવિ વૈજ્ઞાનિક પ્રગતિ માટે તેની પૂર્વભૂમિકા અમૂલ્ય સુઝ પૂરી પાડી શકે તેમ છે. સ્વાતંત્ર્ય અગાઉની સદી દરમિયાન અનેક અગ્રણી વૈક્ષાનિકોના પ્રાયાસોથી ભારતમાં આધુનિક વિજ્ઞાનની જાગૃતિ આવી. આતંરરાષ્ટ્રીય ઉચ્ચ કોટિની મહાન વૈજ્ઞાનિક પ્રગતિ માટે તે કારણભૂત છે.
સ્વાતંત્ર્ય પછીની અર્ધી સદીમાં ભારતે વિજ્ઞાનના ફેલાવાને ઉત્તેજન આપવાનું સ્વીકાર્યુ રાષ્ટ્રીય વિકાસના મહત્વના તત્વ તરીકે પ્રૌધોગિકીની મહત્વની ભૂમિકાને સારી રીતે પિછાણવામાં આવી. ૧૯૫૮ની વૈજ્ઞાનિક નીતિના ઠરાવ અને ૧૯૮૩ ના પ્રૌધોગિકી નિવેદને સિધ્ધાંતો પ્રતિપાદિન કર્યા. છેલ્લા અનેક દયકાથી વિજ્ઞાન અને પ્રૌધોગિકીની વૃધ્ધિ તેના પર આધારિત રહી છે. આ નીતિએ સ્વનિર્ભરતા તેમજ સ્થિર અને સમાન વિકાસ પર ભાર મૂક્યો છે.
વિજ્ઞાન અને પ્રૌધોગિકીમાં ભારતીય સામાર્થ્ય વિવિધ વિધાશાખાની પ્રભાવિક શ્રેણી, કાયઁક્ષમતા અને પ્રયોજનના ક્ષેત્રોમાં આવરી લેવાય છે. મૂળભૂત સંસોધનમાં ભારતની તાકાત આંતરાષ્ટ્રીય સ્વકૃતિ પામી છે. કૃષિ, આરોગ્ય સંભાળ, રસાયણો, ઔષધનિર્માણ, અણુઉર્જા, ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોફિજીક્સ, અંતરીક્ષ પ્રૌધોગિકી અને તેના પ્રયોજના, સંરક્ષણ સંસોધન, બાયોટેકનોલોજી અને તેની પ્રયોજના, ઇલેકટ્રોનિક્સક, માહિતી પ્રૌધોગિકી અને સમુદ્ર વિજ્ઞાનની સફળતાને વ્યાપક સ્વીકૃતિ મળી છે.
મુખ્ય રાષ્ટ્રીય સિધ્ધિઓમં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો અનેક રોગોની નાબૂદી અથવા નિયંત્રણ આપણા નાગરિકોનું આયુષ્ય વધ્યું તેનો સમાવેશ થાય છે. આ બનાવો ખૂબ સંતોષકારક છે. આપણે થયેલા નાટયાત્મક ફેરફારોથી પણ વાકેફ છીએ. અને વિજ્ઞાનના મહાવરા, પ્રૌધોગિકીના વિકાસ અને તેના સમાજ સાથે સંબધઅને સામજ પર અસર જોઈએ છીએ. વિજ્ઞાન અને પ્રૌધોગિકી જે ઝડપથી આગળ ધપી રહ્યું છે તે નોંધપાત્ર છે.
વિજ્ઞાન વધુને વુધ આંતર અને વિવિધ વિધાશાખાવાળું બની રહ્યુ છે. અને વિવિધ-સંસ્થાકીય બનવા માગે છે. અનેકે કેસોમાં બહુરાષ્ટ્રીય સહયોગ માગે છે. મૂળભૂત સંસોધનનાં અનેક ક્ષેત્રોમાં પણ મુખ્ય પ્રાયોગિક સગવડો માટે ઘણી મહત્વની વ્યક્તિઓ અને બૌધ્ધિક સંસોધનોની જરૂર પડે છે.
વિજ્ઞાન અને પ્રૌધોગિકીની આર્થિક વુધ્ધિ અને સામાજિક વિકાસ પર અભૂતપૂર્વ અસર પડી છે. આનાથી જ્ઞાનની આપ-લે, બૌધ્ધિક મિલકત હકના અને વૈશ્વિક વેપાર અને પ્રૌધોગિકી નિયંત્રણ સ્થિતિના નવા માપદંડ પર નિયંત્રણો વધ્યાં છે.
આજે પણ વૈજ્ઞાનિક અને પ્રૌધોગિકીના વિકાસની ઉંડી નૈતિક, કાયદેસર અને સામાજિક અસરો પડી છે.
આ અંગે સમાજમાં ઉંડી ચિંતા છે. ચાલુ વૈશ્વીકરણ અન ેસદન સ્પર્ધાત્મક વાતાવરની ઉત્પાદન અને સેવા સેકટર પર ધણી અસર પડી છે. આ બધાંને કારણે, આપણા સમાજના બધા વિભાગોની સુખાકારી આગળ ધપાવવામાં નિર્ણાયત્મક અને લાભદાયી ભૂમિકા ભજવવાની હોય, તો આપણી વિજ્ઞાન અને પ્રૌધોગિકી પધ્ધિતમાં નવું જોમ પૂરવું પડશે.
|